તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Monday, 27th April 2026
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ અને જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકના ચેરમેન જીતુભાઈ લાલે કર્યું મતદાન
લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નિભાવી નાગરિક ફરજ, કહ્યું- મજબૂત લોકતંત્ર માટે સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન અતિ આવશ્યક; સમાજને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ અને જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલે રવિવારે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.
મતદાન બાદ જીતુભાઈ લાલે જણાવ્યું કે, લોકશાહીનો પાયો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જ નાગરિકોને સીધી સુવિધાઓ મળે છે. મજબૂત લોકતંત્ર અને વિકાસશીલ સમાજ માટે દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, એક-એક મત કિમતી છે. યોગ્ય, પ્રામાણિક અને વિકાસલક્ષી ઉમેદવારની પસંદગી માટે મતદાન જરૂરી છે. ખાસ કરીને યુવા મતદારોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવું જોઈએ.
જીતુભાઈ લાલે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ તેમજ જામનગર જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીએ અને પોતાના વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપીએ.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
