તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
બોટાદ તોડકાંડ પ્રકરણમાં ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરાશે
રૂપિયા એક કરોડના કરાયેલા કથિત તોડકાંડ મામલે કોળી સમાજની મળેલ બેઠકમાં ગાંઘીનગરથી લઈને દિલ્હી સુધી રજૂઆત કરવાનુ નક્કી કરાયું

બોટાદના કોળી યુવાન પાસેથી રૂપિયા એક કરોડના કરાયેલા કથિત તોડકાંડ મામલે કોળી સમાજની મળેલ બેઠકમાં ગાંઘીનગરથી લઈને દિલ્હી સુધી રજૂઆત કરવાનુ નક્કી કરાયું છે. ભાજપના આગેવાને પોલીસને હાથો બનાવીને કરાયેલ તોડનો કોઈ એક કેસ નહી પરંતુ વિવિધ સમાજના અન્ય યુવાનોને પણ ધમકી આપીને તોડ કરાયેલ છે. આ બધા કિસ્સામાં હાલ તોડ કરનારા રાજકીય અગ્રણી અને પોલીસ તેમજ ભોગ બનનાર યુવાનોના નામ જાહેર નહી કરાય. જરૂર પડ્યે એક પછી એકને જાહેરમાં લાવીને તોડ કરનારાઓને ખુલ્લા પાડવામાં આવશે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
