તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જામનગરમાં નરેન્દ્રભાઇ મોદીના આગમન પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
મોડી રાત્રી સુધી ‘ગૌરવ પથ'ને રંગબેરંગી રોશનીથી શણગાર, માર્ગની બંને તરફ બેરીગેટ ફીટ, રોડ-રસ્તાના પેચવર્ક, રેલિંગની રિપેરિંગ અને કલરની કામગીરી કરાઇ...

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮: શહેરની મુલાકાતે ભારતના વડાઙ્ઘધાન અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમન થી લઈને તેઓના રોકાણ સુધીના તમામ રૂટ પર જામનગર મહાનગરપાલિકાનું તંત્રે ઊંધા માથે થઈને તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરના એરફોર્સ ગેટ થી ઓશવાળના મુખ્ય ગેટ સુધી રોડ ની બન્ને તરફ બેરીગેટ ફીટ કરવામાં આવી છે. તેમજ ગૌરવ પથ માર્ગ પર ની રેલિંગ તાત્કાલિક અસરથી તૂટી ગઈ હોય, ત્યાં નવા સાંધા મારીને ઉપર થી રંગ રોગન કરી દેવામાં આવી રહ્યું છે, માર્ગ પર ખાડા ખડબા હોય ત્યાં ડામર પાથરીને નવા રોડ રસ્તા ઉભા કરી દેવાય છે. જ્યારે કયાંક નડતર રૂપ સ્પીડબ્રેકરોને પણ દૂર કરી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક અસર થી ડામર પાથરીને ઇમરજન્સી પેવર રોડ પણ બની રહ્યા છે. વડાપ્રધાન ના રૂટ વાળા માર્ગે પર એકપણ પ્રકારનું જાહેરાતનું ર્હોડિંગ, બોર્ડ સહિતના દબાણો હટી ગયા છે અને સમગ્ર માર્ગ ખુલ્લો બન્યો છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
