તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
ભાવનગરમાં ચોમાસાના પ્રારંભિક તબક્કાના નજીવા વરસાદે જ કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી
શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય વિસ્તારો જળબંબાકાર થી ગયા અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ભાવનગર શહેરમાં ચોમાસાના પ્રારંભિક તબક્કાના નજીવા વરસાદે જ મહાનગરપાલિકા (મનપા) દ્વારા દર વર્ષની જેમ કરવામાં આવતા કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. માત્ર થોડા જ વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, વરસાદ રોકાઈ ગયાના કલાકો બાદ પણ રસ્તાઓ પરથી પાણી ઓસર્યા ન હતા અને સ્થિતિ જસની તસ રહી હતી. જોકે, સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધ વધતા મનપાની ટીમો સફાળી જાગી હતી અને પંપિંગ મશીનો દ્વારા પાણી નિકાલ કરવાના મોડા-મોડા પ્રયાસો હાથ ધર્યા હતા. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ અરાજકતાને પગલે રોષે ભરાયેલા નગરજનો મનપાના નબળા વહીવટ સામે આકરા સવાલો ઉઠાવી રહ્યા છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
