તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ચોમાસા પહેલા જામનગરમાં પ્રી-મોન્સુન કામગીરીનો ધમધમાટ: નવા પદાધિકારીઓએ દરેડ ખાતે નદી સફાઈનું નિરીક્ષણ કર્યું
મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન હિરેન મોનાણી અને શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોએ નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હળવી કરવા સુચના આપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : વરસાદી સીઝન પહેલા જ જામનગર મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા પદાધિકારીઓએ પ્રી-મોન્સુન કામગીરીની સમીક્ષા હાથ ધરી છે. મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન હિરેન મોનાણી અને શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારો મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ સાથે દરેડ ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિર નજીક પહોંચ્યા હતા.
રંગમતી-નાગમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પસાર થતા પાણીથી જામનગર શહેરના નિશાળ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા હળવી કરવા માટે અધિકારીઓને એક્શન પ્લાન સાથે સૂચના આપવામાં આવી હતી.
પ્રી-મોન્સુન કામગીરીના નિરીક્ષણ દરમિયાન મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, ચેરમેન હિરેન મોનાણી, શાસક પક્ષ નેતા તેમજ દંડક અને આસિસ્ટન્ટ કમિશનર હાજર રહ્યા હતા. ટીમે સ્થળ પર ત્રણ મુખ્ય કામગીરીનું નિરીક્ષણ કરીને જુદા-જુદા નવ કિલોમીટરના પટ્ટામાં 31 લાખના ખર્ચે સફાઈ કરવા સૂચના આપી હતી.
(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
