News of Monday, 20th July 2026
ઉપલેટા ખાતે આજે સોમવારે સાંજે સ્વ.હિરેન કાંતિલાલ સવજીયાણીની પ્રાર્થના સભા

રાજકોટઃ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના જામજોધપુરના સર્વોદય પ્રેસવાળા શ્રી કાંતિલાલ પ્રભુદાસ સવજીયાણીના પુત્ર, ખ્યાતિબેનના પતિ તથા હિતના પિતાશ્રી હિરેન કાંતિલાલ સવજીયાણી (ઉંમર વર્ષ ૫૨) તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ શ્રી સાઈ ચરણ પામ્યા છે. તેઓ કિરીટભાઇ સવજીયાણી તથા દક્ષાબેન મજીઠીયાના નાના ભાઈ અને સ્વ. મનહરલાલ અમૃતલાલ રાજાના જમાઈ તથા શ્રી રવિભાઈ મનહરલાલ રાજાના બનેવી થતા હતા. તેઓ સ્વ. રસિકભાઈ (વેરાવળ), રમેશભાઈ (વાપી), લલિતભાઈ (જામજોધપુર), ડો. મહેન્દ્રભાઈ (ઉપલેટા), સનતભાઇ (વાપી) અને કેતનભાઈ (મોઝામ્બિક - રાજકોટ) ના ભત્રીજા તેમજ યશભાઇ (રાજકોટ)ના કાકા થતા હતા. સ્વ. પ્રભુદાસ દેવરાજ સવજીયાણી (ધ્રાફા વાળા) પરિવારના જય શ્રી કૃષ્ણ. સદગતની પ્રાર્થના સભા આજે તા. ૨૦-૭-૨૦૨૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સુધી લોઢિયા વાડી, ટોલીયા રોડ, ઉપલેટા મુકામે રાખવામાં આવેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે જ રાખવામાં આવેલ છે. ડો. મહેન્દ્રભાઈ સવજીયાણી (મો. ૯૮૯૮૦૧૫૬૨૧), કિરીટભાઈ સવજીયાણી (મો. ૯૪૨૬૯૯૪૫૨૧)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
