<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સંવિધાન ગૌરવ દિવસ અન્‍વયે જૂનાગઢમાં પ્રશાંતભાઈ વાળાની પત્રકાર પરિષદ : ડો. બાબાસાહેબ આંબેડકરના સન્‍માન અને લોકશાહીના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર

૨૦૧૫માં ૨૬ નવેમ્‍બરને સંવિધાન ગૌરવ દિવસ જાહેર કરવાના નિર્ણય, પંચતીર્થ વિકાસ અને કલ્‍યાણકારી યોજનાઓનો ઉલ્લેખઃ કટોકટીના ૨૧ મહિના અને લોકસભામાં બાબાસાહેબને રોકવાના ષડયંત્રનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ પર નિશાન સાધ્‍યું : મહાનગરો અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્‍થિતિ

જૂનાગઢઃ૨૬ નવેમ્‍બર - સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત ભાજપાના પ્રદેશ મીડિયા ઇન્‍ચાર્જ પ્રશાંતભાઈ વાળાએ જૂનાગઢ મહાનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ૨૬ નવેમ્‍બર, ૧૯૪૯નો દિવસ અત્‍યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે બંધારણ સભાએ દેશનું બંધારણ સ્‍વીકાર્યું હતું. દેશના લોકતંત્ર, નાગરિક અધિકારો અને સામાજિક ન્‍યાયના પાયાને મજબૂત બનાવનાર આ દિવસને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્‍મજયંતી નિમિત્તે ‘સવિધાન  ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે નરેન્‍દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે પણ ૨૬ નવેમ્‍બર, ૨૦૧૦ના રોજ સુરેન્‍દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર બંધારણ મૂકીને યાત્રા કાઢવામાં આવી હતી, જયારે ૧૯૭૯થી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની પહેલથી ૨૬ નવેમ્‍બરને કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.

ડો. આંબેડકરના વિચારો, પંચતીર્થ અને કલ્‍યાણકારી યોજનાઓઃપ્રશાંતભાઈ વાળાએ જણાવ્‍યું કે ડો. બાબાસાહેબ આંબેડકરે સમાનતા, સ્‍વતંત્રતા, ન્‍યાય અને બંધુતાના મૂલ્‍યો દ્વારા દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કર્યું છે. મહિલા અધિકાર, શ્રમિક હિત, સામાજિક ન્‍યાય, શિક્ષણ અને વંચિત વર્ગોના ઉત્‍થાનમાં તેમનું યોગદાન અવિસ્‍મરણીય છે અને તેમના વિચારો કોઈ એક જ્ઞાતિ કે વર્ગ પૂરતા મર્યાદિત નથી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારે બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ સ્‍થળોラમધ્‍યપ્રદેશનું જન્‍મભૂમિ મહૂ, લંડનનું શિક્ષણભૂમિ, નાગપુરની દીક્ષાભૂમિ, દિલ્‍હીની મહાપરિનિર્વાણ ભૂમિ અને મુંબઈની ચૈત્‍યભૂમિラને ‘પંચતીર્થ' તરીકે વિકસાવ્‍યા છે. દિલ્‍હીના ૨૬, અલીપુર રોડ ખાતે ભવ્‍ય રાષ્ટ્રીય સ્‍મારક અને ડો. આંબેડકર ઇન્‍ટરનેશનલ સેન્‍ટરની સ્‍થાપના તેમજ ડિજિટલ પેમેન્‍ટ એપનું નામ ‘BHIM’ રાખીને સન્‍માન અપાયું છે. આ ઉપરાંત જનધન, ઉજ્જલા, આયુષ્‍માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત અભિયાન, નવી શિક્ષણ નીતિ અને કૌશલ્‍ય વિકાસની પહેલો દ્વારા ગરીબ, વંચિત, શોષિત, પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સશક્‍તિકરણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરાયું છે.

કટોકટી અને લોકસભા મુદ્દે કોંગ્રેસ પર પ્રહારઃ કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રશાંતભાઈ વાળાએ જણાવ્‍યું કે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્‍કાલીન વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીએ કટોકટી લાદીને ૨૧ મહિના દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો અને સ્‍વતંત્રતા છીનવી લીધી હતી, નાગરિકો પર દમન ગુજાર્યું હતું, અનેક લોકોને જેલમાં ધકેલ્‍યા હતા અને પ્રેસ તથા મીડિયા પર સેન્‍સરશિપ લાદી હતી. તેમણે આરોપ મૂક્‍યો કે બંધારણના દ્યડવૈયા અને પ્રથમ કાયદા મંત્રી હોવા છતાં ડો. બાબાસાહેબને લોકસભામાં પહોંચતા રોકવા કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા રાખીને હરાવવાનું ષડયંત્ર રચ્‍યું હતું અને દાયકાઓના શાસન છતાં તેમના વિચારોને જોઈએ તેવું રાષ્ટ્રીય મહત્ત્વ આપ્‍યું નહોતું. તેમણે કહ્યું કે ભાજપાની સરકાર બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી સંસ્‍થાઓ અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ પત્રકાર પરિષદમાં જૂનાગઢ મહાનગર ભાજપા અધ્‍યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, જિલ્લા ભાજપા અધ્‍યક્ષ ચંદુભાઈ મકવાણા, મેયર ધર્મેશભાઈ પોશિયા, મહાનગર મીડિયા ઇન્‍ચાર્જ સંજયભાઈ પંડ્‍યા અને સહ ઇન્‍ચાર્જ સુરેશભાઈ પાનસુરીયા ઉપસ્‍થિત રહ્યા હતા, જયારે વિગતો પ્રદેશ મીડિયા સહ ઇન્‍ચાર્જ કલ્‍પ પટેલે જારી કરી હતી.

(11:09 AM IST)