<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ગીર સોમનાથમાં ઊર્જા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં 93 કરોડથી વધુના પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

તાઉ'તે જેવા વિનાશક વાવાઝોડા સામે વીજ સંકટ ન સર્જાય તે માટે જિલ્લાના 137 કિમી વિસ્તારમાં 33 કરોડના ખર્ચે વાવાઝોડા પ્રતિરોધક 'લેટિસ પોલ નેટવર્ક'નું ખાતમુહૂર્ત કરાયું

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ પુરવઠાને વધુ સુદ્રઢ અને વાવાઝોડા સામે સુરક્ષિત બનાવવા માટે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં 93 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સૂત્રાપાડા ખાતે 60.43 કરોડના ખર્ચે 43 ફીડર પર 607 સર્કિટ કિમીની એમ.વી.સી.સી. (MVCC) કેબલ પ્રોજેક્ટની કામગીરીનું લોકાર્પણ કરાયું છે, જ્યારે તાઉ'તે જેવા વિનાશક વાવાઝોડા સામે વીજ સંકટ ન સર્જાય તે માટે જિલ્લાના 137 કિમી વિસ્તારમાં 33 કરોડના ખર્ચે વાવાઝોડા પ્રતિરોધક 'લેટિસ પોલ નેટવર્ક'નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 

આ પ્રસંગે માનસિંહ પરમારે જ્યોતિગ્રામ યોજના થકી છેવાડાના ગામો સુધી 24 કલાક વીજળી પહોંચી હોવાનો ઉલ્લેખ કર્યો હતો, વળી આગામી સમયમાં સૂત્રાપાડા અને તાલાલામાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે જેથી કોસ્ટલ બેલ્ટમાં વીજ સેવા વધુ સ્થિર બનશે.

(7:59 PM IST)