<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

મોરબીના નવલખી બંદરથી કચ્છના કંડલા બંદર વચ્ચે સંભવિત સી લિંક પ્રોજેક્ટ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા

નવલખી બંદરથી દરિયામાં બ્રિજ મારફતે કંડલા સાથે સીધું કનેક્ટ કરી શકાય કે નહી તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા ક

મોરબીના નવલખી બંદરને કચ્છના કંડલા બંદર વચ્ચે સંભવિત સી લિંક પ્રોજેક્ટ અંગે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી . નવલખી બંદરથી દરિયામાં બ્રિજ મારફતે કંડલા સાથે સીધું કનેક્ટ કરી શકાય કે નહી તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી  હાલ બાય રોડ નવલખીથી કંડલા સુધી 150 કિલોમીટરનું અંતર છે જો સી લિંક બ્રિજ બને તો આ અંતર ઘટીને માત્ર 13 થી 20 કિમી થઈ શકે છે. મોરબી- કંડલા અને સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે રોજ હજારો વાહનોની અવર જવર થાય છે. મંત્રી કાંતિલાલ  અમૃતિયાએ અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી સંભવિત પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરી હતી . પ્રોજેક્ટ સફળ થાય તો દરરોજ લાખો રૂપિયાના ઇંધણ અને અમૂલ્ય સમયનો બચાવ થશે . જામનગર, મોરબી સહિત કંડલા સાથે સંલગ્ન ઉદ્યોગોને ઝડપી અને સસ્તું ટ્રાન્સપોર્ટેશન થશે.

(8:52 PM IST)