<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

પોરબંદરના જન્‍માષ્‍ટમી લોકમેળાનું મનસુખભાઇ માંડવીયાના હસ્‍તે ઉદ્‌ઘાટન

ઉદ્‌ઘાટન સમારંભમાં અર્જુનભાઇ મોઢવાડીયા, મેયર સાગરભાઇ મોદી, બાબુભાઇ બોખીરીયા, ચેતનાબેન તિવારી ઉપસ્‍થિત : લોકમેળામાં દરરોજ રંગારંગ કાર્યક્રમઃ ૧૦૦૦ થી વધુ પોલીસ સ્‍ટાફનો બંદોબસ્‍ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: ચોપાટી ખાતે શ્રીકૃષ્‍ણ સખા સુદામા સાંસ્‍કૃતિક જન્‍માષ્‍ટમી લોકમેળાનું આજે સાંજે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્‍તે ઉદ્‌ઘાટન થઇ રહયું છે. રાજય કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, મહાનગર પાલીકાના મેયર સાગરભાઇ મોદી, પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, નગરપાલીકાના પુર્વ પ્રમુખ ચેતનાબેન તિવારીની ઉપસ્‍થિતિમાં લોકમેળાનો ઉદ્‌ઘાટન સમારંભ યોજાયો છે.

સુદામાની નગરી પોરબંદરમાં શ્રી કળષ્‍ણ સખા સુદામા સાંસ્‍કળતિક પાંચ દિવસના લોકમેળાનો ચોપાટી મેદાન ખાતે પ્રારંભ થયો છે. લોકમેળાનું ઉદ્‌ઘાટન કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ ભાઈ માંડવિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું છે.

આ લોકમેળાના ઉદ્‌ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર  સાગરભાઈ મોદી, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઈ બોખીરિયા તેમજ પોરબંદર - છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી વિશેષ ઉપસ્‍થિત રહયા હતા.

 પોરબંદરની ધાર્મિક, સાંસ્‍કળતિક અને ઐતિહાસિક ઓળખને વધુ ઉજાગર કરવાના હેતુથી આયોજિત આ પાંચ દિવસીય લોકમેળામાં વિવિધ સાંસ્‍કળતિક, ધાર્મિક અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. લોકમેળા દરમિયાન વિવિધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.

આ લોકમેળાના આયોજન માટે  મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર  ટી.સી. તિરથાણી, આઈ.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્‍યું છે. પોરબંદરવાસીઓ સહિત આસપાસના વિસ્‍તારોના નાગરિકોને પરિવાર સાથે લોકમેળાની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોનો આનંદ માણવા અને આ સાંસ્‍કળતિક ઉત્‍સવમાં સહભાગી બનવા અનુરોધ એક યાદીમાં કરવામાં આવ્‍યો છે.

(11:49 AM IST)