News of Wednesday, 24th June 2026
પોરબંદરની મહિલાને યુ.કે.ના વર્ક વિઝા કઢાવી આપવાનું કહીને ૨૭ લાખની છેતરપીંડી
અમદાવાદ અને વડોદરાના ચાર વિઝા એજન્ટો સામે પોલીસ ફરિયાદઃ અલગ અલગ ચાર્જના નામે લાખોની રકમ ઉઘરાવીને વિઝા આપવા હાથ ઉંચા કરી દીધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૪: યુ.કે.ના વર્ક વિઝા કઢાવી આપવાનું કહીને ૪ એજન્ટોએ અલગ અલગ બહાના કાઢીને કુલ ૨૭ લાખ ઉઘરાવીને વર્ક વિઝા નહી આપીને છેતરપીંડી કર્યાની પોલસ ફરિયાદ નોંધાઇ છે.
બગવદર પોલીસ સ્ટેશનમાં આંબારામના શીતલબેન નીલેશભાઇ ઓડેદરાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે તેમને યુ.કે.ના વર્ક વિઝા કઢાવી આપવાનું કહીને આરોપીઓ વડોદરાના વિઝા એજન્ટ શેૈલેષ પ્રજાપતિ તેમજ અમદાવાદના ત્રણ વિઝા એજન્ટો રીતેન ઉર્ફે બાલી પટેલ, આયુષીબેન દિલીપભાઇ અને કરણ વિપુલભાઇએ અલગ અલ ચાર્જના નામે રૂા. ૨૭૩૮૧૬૫ ઉઘરાવીને યુ.કે.ના વર્ક વિઝા નહી મેળવી આપીને છેતરપીંડી કરી છે.
બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ. આઇ આર. એ. ઝાલા તપાસ ચલાવે છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
