News of Wednesday, 15th July 2026
લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં હિરલબાનો જુનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબજો લેતી પોરબંદર પોલીસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧પઃ લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં પોલીસ દ્વારા હિરલબા જાડેજાનો જુનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબજો લઇને પોરબંદર લાવવામાં આવેલ છે.
લેન્ડચેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપી હિરલબા જાડેજાનો જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેમને પોરબંદર લાવી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ચોલાદેવી ઉર્ફે ચોલાબેન ભુરાભાઈ જાડજાએ હિરલબા જાડેજા સામે લેન્ડગ્રેબિગની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભુરાભાઈ જાડેજાના અવસાન બાદ સૂરજ પેલેસ બંગલા ખાતેથી ચોલાબેનને હિરલબા જાડેજાએ કાઢી મૂકયા હતા અને સૂરજ પેલેસ બંગલો સહિત ૧.૨૦ કરોડની મિલ્કત ઉપર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો.
હિરલબા જાડેજા સામે અગાઉ હથિયારધારા, સાયબર ક્રાઈમ, વ્યાજવટાવ સહિત ધાકધમકી અને ખંડણી માંગવા સહિતના ૭ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ લેન્ડગ્રેબિંગનો ૮મો ગુનો ઉમેરાયો છે. હિરલબા જાડેજા હાલ જૂનાગઢ જેલમાં હતા. કોર્ટની મંજૂરીથી ટ્રાન્સફર વોરંટ દ્વારા તેમનો કબજો લેવામાં આવ્યો છે. ત્યારબાદ તેમની પોરબંદરમાં આગળની કાયદેસરની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરની કમિટીએ તપાસ કર્યા બાદ લેન્ડમેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. તે અનુસંધાને ફરિયાદ નોંધાઈ હતી અને બંગલા ખાતે જઈને પંચનામું પણ કરવામાં આવ્યું હતું. હિરલબા જાડેજા સામે છેલ્લા ૧ દાયકામાં ૨૦૧૬થી ૨૦૨૬ સુધી ૨ રાજ્યોમાં મળી કુલ ૮ ગુનાઓ નોંધાયા છે. આર્મ્સ એક્ટ, આઈ.ટી. એક્ટ, ખંડણી, મારામારી અને વ્યાજવટાવ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. જેમા વધુ કાર્યવાહી પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
