<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

પૂરના પાણી રોડ પર આવી જતાં 'પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે' સંપૂર્ણપણે બંધ

માંગરોળ નજીક અને હુસેનાબાદ પાસે હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ

 

જૂનાગઢ જિલ્લામાં વરસી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહનવ્યવહાર પર તેની ગંભીર અસર પડી છે. માંગરોળ પંથક નજીકથી પસાર થતી નદી ગાંડીતૂર બનતા અને પૂરના પાણી રોડ પર આવી જતાં 'પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે' સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. માંગરોળ નજીક અને હુસેનાબાદ પાસે હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે અને તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. નદીઓના વધતા જળસ્તર અને ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર ભારે એક્શનમાં છે અને સ્થાનિક લોકોને તેમજ મુસાફરોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

(1:08 AM IST)