News of Wednesday, 2nd September 2026
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન-શ્રી હરિ મંદિરમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈઓઝાના સાન્નિધ્યમાં જન્માષ્ટમી-નંદ મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાશે
શુક્રવારે જન્માષ્ટમીના સાંજે આરતી બાદ શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન, શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધના પાઠ, રાત્રિના ૧૨ વાગ્યે ભગવાન શ્રી બાલકૃષ્ણનો જન્મોત્સવ તેમજ ઉત્સવ આરતી : ભાવિકોને આમંત્રણ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં સ્થિત શ્રીહરિ મંદિરમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈઓઝાના પાવન સાન્નિધ્યમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાશે.
જન્માષ્ટમી ઉત્સવમા તા. ૦૪/૦૯/૨૦૨૬, શુક્રવારે
વિશેષ રૂપથી દરેક વૈષ્ણવોની સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યે આરતી બાદ રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવામાં આવશે. રાત્રે ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધના પાઠ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ વાગ્યે ભગવાન શ્રીબાલકૃષ્ણનો જન્મોત્સવ તેમજ ઉત્સવ આરતી કરવામાં આવશે.
નંદોત્સવમા તા.૦૫/૦૯/૨૦૨૬ શનિવારે
સવારે ૭:૩૦ વાગ્યે મંગલાઆરતી સંપન્ન થશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ થી બાલકૃષ્ણ ભગવાનના સંકીર્તન સાથે નંદોત્સવ ઉજવવામાં આવશે. બપોરે ૧૨:૩૦ વાગ્યે પૂજ્ય ભાઈશ્રી દ્વારા ઉત્સવ આરતી કરવામાં આવશે.
આ ઉત્સવના દિવસોમાં શ્રીહરિ મંદિરમાં પ્રતિષ્ઠિત સર્વે વિગ્રહોનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવશે. આથી આપ સૌ શ્રી હરિભકતોને જન્માષ્ટમી ઉત્સવ તેમજ વિશેષ દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
