<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પોરબંદરઃ જમીન નામે કરાવી આપવા અને સ્‍વરક્ષણ માટે હથિયાર લાયસન્‍સ કઢાવી આપવાની લાલચ આપીને ર.૩૧ કરોડની છેતરપીંડીઃ રાજકોટના છાસિયા ગામના ૩ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ પોરબંદરના બખરલાની સીમમાં સરકારની વાડી ફરીયાદીના નામે કરાવી આપવા તથા સ્‍વરક્ષણ માટે હથિયાર લાયસન્‍સ કઢાવી આપવા. કુલ ર૩૧૩ર૩૦૦ કટકે કટકે ઉઘરાવી લઇને જમીન નામે નહીં કરીને તથા હથિયાર લાયન્‍સ નહીં કઢાવીને છેતરપીંડી કરનારા રાજકોટના જસદણના છાસિયા ગામના રસીક માલકિયા કાંતિભાઇ મકવાણા અને સુખા માલકિયા ત્રણેય સામે ગુન્‍હો નોંધાયો છે.

(11:40 PM IST)