તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Wednesday, 15th July 2026
પોરબંદર લેન્ડ ગ્રેબિંગ કેસ: હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર ન થયા : કોર્ટે નામંજૂર કર્યા
સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં પોલીસની રિમાન્ડની માંગ કોર્ટે ફગાવી : આગળની કાર્યવાહી કાયદેસર પ્રક્રિયા મુજબ હાથ ધરાશે

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા. 15 : પોરબંદરમાં ચર્ચાસ્પદ બનેલા લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર થયા નથી.
જમીન પચાવી પાડવાના આરોપસર પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે પોલીસની રજૂઆત સાંભળ્યા બાદ રિમાન્ડ મંજૂર કરવાની ના પાડી છે.
હવે આ કેસમાં આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી નિયત પ્રક્રિયા મુજબ ચાલશે. પોલીસે જણાવ્યું કે કેસના પુરાવા અને દસ્તાવેજોના આધારે તપાસ ચાલુ રાખવામાં આવશે.આ કેસને લઈને પોરબંદરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા જોરમાં છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
