News of Tuesday, 15th September 2026
પોરબંદરઃભગવાન સ્વામિનારાયણની સ્મૃતિને યાદ અપાવતા ચીભડિયા લોકમેળાને ભકતોએ મન ભરીને માણ્યો
ગંગાકુંડ અને સમુદ્ર સ્નાન કરીને ધન્ય બન્યાઃ શિવજીની વિશાળ મૂર્તિએ આકર્ષણ જગાવ્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧પ, નીલકંઠ વરણી ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિને યાદ અપાવતો શીલ ગામે દરિયા કિનારે‘‘ ચીભડિયા લોકમેળારંગે ચંગે સમ્પ્ન્નથયો અને દૂર દૂરથી મેળામાં ભકતો ઉમટય ા હતા અને ગંગા કુંડ અને સમુદ્ર મા સ્નાન કરી ધન્ય બન્યા શિવજી ભગવાન ની વિશાળ મૂર્તિ ભાવિક જનો. માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતું.
ભાદરવી અમાસ ના દિવસે શીલ થી ત્રણ કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નેત્રાવતી નદીના સંગમ સ્થળે દરિયા કિનારે શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વરણી મંદિરના પરિસરના મેળાના મેદાન ખાતે લોએજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી રવિ કાન્તા બા વતી શિષ્યા સાખ્ય યોગી બા ભાનુ બેન તેમજ શિષ્ય મંડળ દ્વારા આ ચીભડીયા લોક મેળા ને ખુલો મુકાયો હતો સરપંચ શ્રીમતિ કંચનબેન ચુડાસમા, સમાજ અગ્રણી હરેશ ભાઇ ચુડાસમા, કિરીટ ભાઇ ભૂંડિયા ગ્રામ પંચાયત ના સદસ્યોં, સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .
આ ચીભડીયા લોક મેળા ના અવસરે પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુલ ના શાષા પરમ પૂજ્ય શ્રી હરીપ્રકાસજી એ નીલકંઠ વરણી ભગવાન સ્વામિનારાયણ યુવા વસ્થા એ મેળા મા પધાર્યા નીલકંઠ વરણી ભગવાન નું આદર્શ જીવન આજની યુવા પેઢી માટે ઉર્ધ્વગામી જીવન જીવવાની શીખ આપે છે તેમ જણાવી શુભકામના પાઠવી હતી. પૂર્વ સાંસદઅને ગુજરાતભાજપ સંગઠન ના ઉપા ધ્યક્ષક રમેશભાઈ ધડુકે ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ ને યાદકરાવતા તેમજ સૌરાષ્ટ્ર ની પરંપરાગત લોકસંસ્કળતિ ને ઉજાગર કરતા આ ચીભડીયા લોક મેળા ના અવસરે અભિનદન સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ લોક મેળા મા જૂનાગઢ જિલ્લા પંચાયત ના સદસ્ય અને શીલ ગામના પૂર્વ સરપંચ, શ્રી જયેશભાઇ ચુડાસમા ઉપસ્થિતિ રહી ને ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થાની ભારો ભાર પ્રશ્રંસા કરી હતી આ મેળા દરમિયાન સમાજ શ્રેષ્ઠિ શ્રી રામજી ભાઇ ચુડાસમા, શ્રી રાજા ભાઇ ચુડાસમા શ્રી સતીશ ભાઇ પંડિત, શ્રી મના ભાઇ ભૂવા, પંકજ ભાઇ ઠાકર ડો ઈશ્વરભાઈ ભરડા હર્ષદ ભાઇ પંડ્યા, પોરબંદર ના શ્રી અરજન ભાઇ આંત્રોલીયા,જીતુ ભાઇ જીવા ભાઇ પંડિત સહીત ના શ્રેષ્ઠિ ઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરમ પૂજ્ય સદ ગુરું શ્રી મુનિ બાપુ નાઆશીર્વાદ થી સૌ પ્રથમ વાર શીલ ના યુવા ગૌ ચેરિટેબલ ટ્રષ્ટ સંચાલિત ગૌ હોસ્પિટલ દ્વારા આ લોક મેળા મા અરબ સાગર અને નેત્રા વતી નદીના સંગમ સ્થળે શિવજી ભગવાન ના વિશાળકદની મૂર્તિ મુકવામાં આવી હતી જે લોકો નું આકર્ષનું કેન્દ્ર બનતા ભાવિક જનો દર્શનાર્થે ઉમટયા હતા, મેળા દરમિયાન ઠેર ઠેર સેવા ભાઇ સંસ્થા ઓ એ ચા -પાણી, શરબત અને નાસ્તા ની નિઃશુલ્ક સેવા પૂરી પાડી હતી લોએજ મરીન પોલિસ સ્ટેશન ના પી. આઈ શ્રી વાઘેલા તેમજ શીલ પોલીસ સ્ટેશન ના પી. આઈ શ્રી ચૌધરી ના નેતળત્વમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફે, જી. આર. બી. સ્ટાફ એ સુંદર મજાની ર્પાકિંગ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા શિસ્ત બદ્ધ વ્યવસ્થા જાળવી હતી .
આ પંથકમાં તત્કાલીન સમયમાં ચીભડાનું ઉત્પાદન ખૂબ થતું હતું આથી આ લોકમેળામાં ચીભડાનો વેપાર ખૂબ થતો આથી આ પંથકમાં‘‘ચીભડીયા મેળા'' તરીકે પણ પ્રખ્યાત છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
