<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સંસદના વિશેષ સત્ર દરમ્યાન દિલ્હીમાં: પૂનમબેન માડમ કાર્યાલય કાર્યરત રહેશે

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૬: સંસદના વિશેષ સત્રનો પ્રારંભ થનાર છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહેનાર હોવાથી તા.૧૬/૦૪/૨૦૨૬ થી તા.૧૮/૦૪/૨૦૨૬ સુધી સંસદના વિશેષ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગર ખાતે મળી શકશે નહી. સંસદના વિશેષ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગ૨ ખાતે અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલયો સવારેઃ ૯.૩૦ થી રાત્રેઃ ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦), ખંભાળીયા કાર્યાલયઃ પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળીયા (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલયઃ  વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

(1:20 PM IST)