<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ચોમાસુ સત્ર દરમ્‍યાન પૂનમબેન માડમ દિલ્‍હીમાં

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૦: સાંસદનું ચોમાસું સત્ર દરમ્‍યાન જામનગરના સંસદસભ્‍યશ્રી પૂનમબેન માડમ નવી દિલ્‍હીમાં હાજર રહેશે. તા.૨૦/૦૭/૨૦૨૬ થી તા.૧૩/૦૮/૨૦૨૬ સુધી કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા ભાણવડ ખાતે સાંસદસભ્‍યશ્રીના કાર્યાલય સવારે ૯:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્‍ક્‍વેર, ગ્રાઉન્‍ડ ફલોર, અંબર સીનેમા પાસે જામનગર (ફોન.૦૨૮૧-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦,ખંભાીયા કાર્યાલયઃ પોસ્‍ટ ઓફિસ રોડ (ફોન.૦૨૮૩૩-૨૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલયઃ વેરાડ નાકા બહાર (ફોન.૦૨૮૯૬-૨૩૨૧૮૮)નો સંપર્ક કરવા સાંસદસભ્‍ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે

(12:16 PM IST)