<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

પોરબંદરની ગોઢાણિયા કોલેજની પુજા અને હેતલને રાજયપાલ દેવવ્રતજીના હસ્‍તે ગોલ્‍ડમેડલ એનાયત

બી.એસ.ડબલ્‍યુ અને એમ.એસ. ડબલ્‍યુમાં બન્‍ને વિદ્યાર્થીઓનો શ્રેષ્‍ઠ દેખાવઃ પદવીદાન સમારંભમાં અભિવાદન

પોરબંદર : તા.ર૩,જૂનાગઢ સ્‍થિત ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, દ્વારા તાજેતરના જૂનાગઢમાં ચોથા પદવીદાન સમારોહમાંડો. વી. આર. ગોઢાણિયા  બી. એસ ડબ્‍લ્‍યુ કોલેજના બે વિદ્યાર્થીનીઓએ,બેચલર ઓફ સોશિયલ વર્ક (બી.એસ. ડબલ્‍યુ) માંથી જેબર પૂજાબેનને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૫ માટે અને માસ્‍ટર ઓફ સોશિયલ વર્ક (એમ.એસ. ડબલ્‍યુ) માંથી કેશવાલા હેતલબેનને શ્રેષ્‍ઠ પરિણામ લાવવા માટે   રાજય પાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્‍તે ગોલ્‍ડ મેડલ (સુવર્ણ ચંદ્રક ) એનાયત કરવામાં આવેલ હતો.

  માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રષ્ટ સંચાલિત ડો વી. આર. ગોઢાણીયા બી. એસ ડબ્‍લ્‍યુ કોલેજના બે વિદ્યાર્થી ઓ ઉપરાંતઉપરાંત બી.એસ. ડબલ્‍યુ માંથી ખૂંટી સોનલબેન સમગ્ર યુનિવર્સિટીમાં બીજું સ્‍થાન મેળવી સિલ્‍વર મેડલ તથા ઝાલા ધરમભાઈ સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજું સ્‍થાન મેળવી બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો છે. એમ.એસ.ડબલ્‍યુ. માંથી રેવદરિયા ભરતભાઈ બીજું સ્‍થાન મેળવી સિલ્‍વર મેડલ તથા નંદાણીયા પ્રવીણાબેને ત્રીજું સ્‍થાન મેળવી બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

ગોઢાણિયા બી. એસ.ડબ્‍લ્‍યુ કોલેજના ડાયરેટર શ્રી રણમલ ભાઈ કારાવદરા એ જણા વ્‍યુ હતું કે, આં કોલેજની વિશેષતાએ રહી છે કે અહીંના વિદ્યાર્થીઓ દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી યુનિવર્સિટી સ્‍તરે ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરતા આવ્‍યા છે.

 શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ યુનિવર્સિટી કક્ષા એ બે વિદ્યાર્થી શ્રી પૂજા બેન જેબર તથા શ્રી હેતલ બેન કેશવાલા,  ગોલ્‍ડ મેડલ મેળવનાર છાત્રો ને ઉષ્‍મા વષા એનાયત કરી  કોલેજ પરિવાર ને અભિનંદન આપતાં જણાવ્‍યું હતું કે,  ડાયરેક્‍ટર  રણમલ ભાઈ કારા વદરા  ના નેતૃત્‍વ માં ટીચિંગ સ્‍ટાફ ના અથાગ પ્રયાસ થકી  પ્રતિ વર્ષ ગોલ્‍ડ મેડલ મેળવે છે. તેનું અમારે મન મોટુ ગૌરવ છે 

દાતા શ્રી મતિ જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા એ જણાવ્‍યું હતું કે  ટ્રષ્ટનું કામ શિક્ષક વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં જોઇતી સુવિધા ઉપ લબ્‍ધ કરવાની છે . ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્‍ટર  ડો એ આર ભરડા એ  જણાવ્‍યું હતું કે શિક્ષકો એ વિદ્યાર્થીઓ ની ક્ષમતા બહાર લાવવા કાર્ય કૌશલ્‍ય ને આત્‍મ સાત કરવાથી વિધાર્થીઓ શિક્ષણ ના ઉચ્‍ચ શિખર પર બિરાજ માન બને છે.

(11:59 AM IST)