<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

વિસાવદર નગરપાલિકાના પ્રમુખ સામે ૧૭ સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્તથી રાજકીય ખળભળાટ

ભાજપની તોતિંગ બહુમતી ધરાવતી પાલિકામાં ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચતા જિલ્લા અને પ્રદેશ કક્ષાનું ભાજપનું મોવડી મંડળ ચોંકી ઉઠયું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૫  :  ભાજપ શાસિત વિસાવદર નગરપાલિકમાં અસંતોષની આગ ચરમસીમાએ પહોંચતા ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૩ સભ્યો મળી કુલ ૧૭ સભ્યોની સહિથી પાલિકા પ્રમુખ શ્રીમતી દયાબેન ભરતભાઈ સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

વિસાવદર નગરપાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પ્રમુખ મનસ્વી વહીવટ ચલાવી રહ્યાનો આક્ષેપ છે.

આવનારા સમયમાં વિધાનસભા સહિતની ચૂંટણીઓ ગાજી રહીં છે એવા સમયે જ ભાજપની તોતિંગ બહુમતી ધરાવતા વિસાવદર નગરપાલિકામાં ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચતા જિલ્લા અને પ્રદેશ કક્ષાનું ભાજપનું મોવડી મંડળ ચોંકી ઉઠયું છે.

(2:38 PM IST)