<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

મતગણતરી પૂર્વે જામનગરમાં રાજકીય ગરમાવોઃ ચાંદીબજાર ખાતે નેતાઓ-કાર્યકરોનો જમાવડોઃ સાંસદ-ધારાસભ્‍યના ચહેરે વિજયનો આત્‍મવિશ્વાસ

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી બાદ મતગણતરીની રાત્રે રાજકીય ચહલપહલ તેજઃ પૂનમબેન માડમ અને દિવ્‍યેશ અકબરીએ કાર્યકરોને આપી હિંમત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૮: જામનગર જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી પૂર્વેની રાત્રે રાજકીય માહોલ ગરમાયો હતો. ચાંદીબજાર વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા, જ્‍યાં સમગ્ર વિસ્‍તારમાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી.

આ વેળાએ જામનગર જિલ્‍લાના સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી પણ ઉપસ્‍થિત રહ્યા હતા. બંને આગેવાનોએ કાર્યકરો સાથે મુલાકાત કરી તેમને હિમત આપી અને આવનારા પરિણામ અંગે આત્‍મવિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

સ્‍થળ પર હાજર બન્ને નેતાઓના ચહેરા પર સ્‍પષ્ટપણે વિજયી સ્‍મિત અને જીતનો વિશ્વાસ દેખાતો હતો. સમગ્ર વાતાવરણમાં ઉત્‍સાહ અને આત્‍મવિશ્વાસનો માહોલ છવાયો હતો, જે આવનારા પરિણામોમાં પોતાના પક્ષની જીત અંગે મજબૂત સંકેત આપી રહ્યો હતો.

મતગણતરી પૂર્વેની આ રાત્રે રાજકીય ગરમાવો અને કાર્યકરોનો ઉમંગ જામનગર જિલ્‍લામાં વિશેષ ધ્‍યાન ખેંચી રહ્યો છે.

(1:40 PM IST)