તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
કચ્છમાં દબાણખોરો સામે પોલીસની કડક કાર્યવાહી: 2 હજાર ચોરસ મીટર સરકારી જમીન કરાઈ ખુલ્લી
પોલીસ અને તંત્રની સંયુક્ત કાર્યવાહીને પગલે દબાણખોરોમાં ફફડાટ ફેલાયો

કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે પૂર્વ કચ્છ પોલીસે લાલ આંખ કરી છે. રાપરના સોઢા કેમ્પ નજીક ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા કરાયેલા દબાણને ડિમોલિશન કરીને આશરે 2 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. ઉપરાંત વિજાપર ગામમાં પણ સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને તંત્રની સંયુક્ત કાર્યવાહીને પગલે દબાણખોરોમાં ફફડાટ ફેલાયો છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
