તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
૬ મહિના પહેલાના ફાયરિંગના બનાવમાં પોલીસના
ઢાંકપીછોડાથી આરોપીને મોકળું મેદાન મળ્યું: મનોજ પનારા બે મહિનામાં બે નિર્દોષ યુવાનોની હત્યા સિસ્ટમની હત્યા છેઃ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે મનોજ પનારાના આકરા પ્રહાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩: મોરબીમાં છાશવારે બનતી હત્યા અને મારામારીની ઘટનાઓ મામલે પાટીદાર નેતા મનોજ પનારાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોરબીમાં લુખ્ખાઓ અને ગુંડાઓનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા ૨ મહિનામાં ૨ નિર્દોષ લોકોની હત્યા થઈ છે, જે માત્ર પરિવારોની જ નહીં પરંતુ સમગ્ર તંત્રની હત્યા છે.
માળિયા હાઇવે પર અણિયારી ચોકડી પાસે ગૌરક્ષકો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે ૫ થી ૬ લોકોએ ટોલનાકા પાસે હુમલો કર્યો હતો. આ હુમલો ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલા લોકોએ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે હોથલ ફાઈનાન્સના શિવમ નામના શખ્સનો મોરબીમાં કાળો કહેર છે. ૬ મહિના પહેલા પણ ફાયરિંગનો ગુનો નોંધાયો હતો, પરંતુ પોલીસે ઢાંકપિછોડો કરીને કોઈ કડક કાર્યવાહી ન કરતા આવા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. આ લોકો ૧૦, ૨૦, ૨૫ કે ૫૦ ટકાના તોતિંગ વ્યાજે રૂપિયા આપે છે અને પૈસા ન આપે તો છરી મારવાની ધમકી આપે છે. આરોપીઓ સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ પોતાના ગુનાના વીડિયો મૂકે છે અને ૫ થી ૭ કાળા કાચવાળી ગાડીઓના કાફલા સાથે ફરે છે, છતાં પોલીસનો કોઈ ડર નથી.
મનોજ પનારાએ મંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે માત્ર વાતો ક૨વાથી અને ફાંકાફોજદા૨ી ક૨વાથી કાયદો અને વ્યવસ્થા સુધરશે નહીં. મોરબીની જનતા, બેન-દીકરીઓ અને વેપારીઓ સુરક્ષિત નથી. તેમણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યામાં હર્ષ સંઘવી દ્વારા ૨૪ કલાકમાં લેવાયેલા એક્શનની યાદ અપાવીને મોરબી પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
