<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

પોલીસે ઝડપેલ 103 કરોડ 65 લાખના ૧૫૦૦૦ કિલો ડ્રગ્સનો કચ્છના લાકડીયા ગામે નાશ કરાયો

જુદા જુદા જિલ્લાઓમાંથી ઝડપાયેલ ૧૫૦૦૦ કીલો ડ્રગ્સના જથ્થાનો નાશ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) સામખીયારી રાધનપુર હાઇવે પર આવેલ લાકડીયા ખાતેની સૌરાષ્ટ્ર એનવાયરો પ્રા.લી ખાતે રાજય ના જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ દ્વારા પકડવા મા આવેલ ડ્રગ્સ કે જેમા ચરસ એમડી ડ્રગ્સ ગાંજો પોસડોડા સહિત ના નાર્કોટીકસ ડ્રગ્સ નો નાશ કરવા મા આવ્યો હતો. આ સમયે એડીજીપી ખુર્શીદ આહેમદ, આઇજીપી કે.એન.ડામોર, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, રાજકોટ ડીસીપી ઝોન એક ના ડીસીપી હેતલ પટેલ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, ગાંધીધામ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર, પૂર્વ કચ્છ એસઓજી પીઆઇ બી.વી બોરીસાગર, એલસીબી પીઆઇ જે.એમ. વાળા, લાકડીયા પીઆઇ ચિરાગ કુસંગિયા સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર એનવાયરો કંપની ની ભઠ્ઠા મા તમામ ડ્રગ્સ નો નાશ કરવામાં આવ્યો હતો આ અંગે માહિતી આપતાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર એ જણાવ્યું હતું કે 446 કેસ માં પકડવા મા આવેલ 15000 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સ નો અહીં નાશ કરવામાં આવ્યો હતો. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(7:39 PM IST)