<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

પાકિસ્‍તાનથી મુન્‍દ્રા આવેલ જહાજ ઉપર પોલીસનું સર્ચ ઓપરેશન

કરાચીથી ઉપડેલ‘‘યુરોપ'' નામનુ જહાજ મુંબઈ થઈને દુબઈ જાય એ પહેલા જ ATS દ્વારા તપાસ શરૂઃ પોર્ટ વપરાશકારોમાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭: કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ ઉપર પાકિસ્‍તાનથી આવેલ ‘‘યુરોપ'' નામના જહાજ ઉપર ATS દ્વારા તપાસ શરૂ કરાતા પોર્ટ વપરાશકારોમાં ચકચાર મચી ગઈ છે. ATS સાથે સ્‍થાનિક SOG પોલીસ દ્વારા શરૂ કરાયેલ તપાસથી કસ્‍ટમ તંત્ર બેખબર છે. બિન સત્તાવાર મળતી માહિતી મુજબ પાકિસ્‍તાનના કરાચીથી મુન્‍દ્રા પોર્ટ આવેલ યુરોપ નામના જહાજની તપાસ કરાઈ રહી છે.

આ જહાજ ૨૩ તારીખે કાસીમ પોર્ટ કરાચીથી નીકળી ગઈકાલે મંગળવારે મુન્‍દ્રા આવ્‍યું હતું. અહીંથી તે મુંબઈ ન્‍હાવા શેવા પોર્ટ થઈ અને ત્‍યાંથી દુબઈના જેબલઅલી પોર્ટ જવાનું હતું. જોકે, તપાસ અંગે સત્તાવાર કોઈ માહિતી ઉપલબ્‍ધ કરાઈ નથી. આ જહાજ સામાન્‍ય પણે ભારત અને અમેરિકા વચ્‍ચે માલ સામાનની હેરફેર કરે છે.

જોકે, મુન્‍દ્રા પોર્ટ ઉપર તાજેતરમાં જ કેપ્‍ટામાઇન નામના જેહાદી ડ્રગ્‍સ નો જથ્‍થો ઝડપાયો હતો. આથી અગાઉ પણ ૨૨ હજાર કરોડનું ડ્રગ્‍સ ઝડપાઈ ચૂક્‍યું છે. મિસ ડિક્‍લેરેશન દ્વારા વ્‍હાઇટ કોલર દાણચોરી ફૂલીફાલી છે ત્‍યારે કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ ઉપર કસ્‍ટમ અને ડીઆરઆઈ માં કડક અધિકારીઓની ટીમ મુકવાની દેશહિતમાં જરૂરત છે.

(10:57 AM IST)