<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સુરેન્દ્રનગરમાં પોલીસ ફાયરિંગ : રેન્જ IG નિર્લિપ્ત રાયની ખાસ ટીમ પર હુમલો કરનાર આરોપી ઘાયલ

કુખ્યાત આરોપીને પકડવા ગયેલી ખાસ ટીમ પર જીવલેણ હુમલો, સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક ચકચારી ઘટના સામે આવી છે. રેન્જ IG શ્રી નિર્લિપ્ત રાયની ખાસ ટીમ પર એક કુખ્યાત આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, રેન્જ IG ની ખાસ ટીમ એક કુખ્યાત આરોપીને પકડવા માટે ગઈ હતી. તે દરમિયાન આરોપીએ ઓચિંતો પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતા અને પોતાના બચાવમાં પોલીસે જવાબી ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

 

પોલીસ દ્વારા કરવામાં આવેલા આ સ્વબચાવના ફાયરિંગમાં આરોપીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

 

ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

(8:02 PM IST)