<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગોંડલના મોવિયા ગામ પાસે ખનીજ ચોરો ઉપર ત્રાટકતી પોલીસ : ૧ જેસીબી અને ર ટ્રેકટર જપ્‍ત

રાજકોટ, તા. ૧: ગોંડલ તાલુકાના મોવિયા ગામ ખાતે આવેલ  ઉંડા ડોરા વિસ્‍તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર પ્રવળત્તિમાં સંડોવાયેલ એક જેસીબી અને બે ટ્રેક્‍ટર જપ્ત કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રામ્‍ય કંટ્રોલ રૂમ મારફતે પોલીસને ગેરકાયદેસર ખનીજ અને માટી ચોરી અંગેની માહિતી મળી હતી. આ માહિતીના આધારે  તાલુકા પોલીસ સ્‍ટાફે મોવિયા ગામથી બાંદ્રા ગામ તરફ જવાના રસ્‍તે આવેલા ડા ડોરા વિસ્‍તારમાં જઈને તપાસ અને ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા એક જેસીબી  અને બે ટ્રેક્‍ટર ઝડપાઈ ગયા હતા. પોલીસે તાત્‍કાલિક ધોરણે આ વાહનો જપ્ત કરાયા હતા.

પોલીસે જપ્ત કરેલા વાહનોના માલિકોને આર.ટી.ઓ. નો મેમો આપ્‍યો છે. આ ઉપરાંત વાહન માલિકોને ખાણ-ખનીજ ખાતાનો મેમો પણ આપવામાં આવ્‍યો છે. કસુરવારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને યોગ્‍ય દંડ વસૂલ કરવા માટે ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરીને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદેસર પ્રવળત્તિ આચરનારાઓ પર અંકુશ લાવવા તથા સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધીક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્‍વયે ગોંડલ વિભાગના ઇન્‍ચાર્જ ડીવાયએસપી આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પ્રોબેશન એ.એસ.પી. અને થાણા અધિકારી પ્રખર કુમારે ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્‍ટાફને નિર્દેશ આપ્‍યા હતા.

આ  કામગીરી  તાલુકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં પ્રોબેશન એ.એસ.પી. પ્રખર કુમાર, પી.એસ.આઇ. આર.જે. જાડેજા, એ.એસ.આઇ. રવીરાજસિંહ સરવૈયા, હેડ કોન્‍સ્‍ટેબલ મયુરસિંહ રાણા, હેડ કોન્‍સ્‍ટેબલ જયદીપસિંહ રાણા, હેડ કોન્‍સ્‍ટેબલ અજયસિંહ ઝાલા અને પોલીસ કોન્‍સ્‍ટેબલ જયેન્‍દ્રભાઇ પરમાર જોડાયા હતા

(11:32 AM IST)