<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

માળિયા-સામખિયાળી હાઇવે હોટલો ઉપર પોલીસનું ચેકિંગ: ૫ હોટલો સામે દારૂનો ગુનો

દારૂ અને ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલ હોટેલ અને ધાબાના લાયસન્સ રદ્દ કરી કડક પગલાં ભરવા જોઈએ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  પૂર્વ કચ્છ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માળિયા સામખિયાળી ઉપર હાઇવે હોટલો, વાહનો અને શંકાસ્પદ ઇસમોનું કડક ચેકિંગ હાથ ધર્યું હતું. ૨૫ હોટલોની ચેકિંગ દરમ્યાન દોસ્તી હોટેલ, પટના બિહાર હોટેલ, કરણી સતલજ હોટલ, આર.આર. ન્યૂ લક્ષ્મી હોટલ અને લક્ષ્મી હોટેલ સામે દારૂબંધી અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. 

આ કામગીરી સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલા અને સ્ટાફે હાથ ધરી હતી. જોકે, ભૂતકાળમાં કચ્છની હાઇવે હોટલો ઉપર ડ્રગ્સ અને દારૂ ઝડપાયાના બનાવો નોધાઇ ચૂક્યા છે ત્યારે સરકારે હાઇવે ઉપર નશાનો કારોબાર કરતી હોટલોના લાયસન્સ રદ્દ કરી આરોપી હોટેલ માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂરત છે.

(9:49 AM IST)