તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 15th July 2026
ધ્રોલમાં અષાઢી બીજ નિમત્તે મચ્છુ માતાજીની શોભાયાત્રા પૂર્વે પોલીસે રોડ પર ફૂટ પેટ્રોલિંગ કરી રીહર્શલ કર્યું
જામનગર ગ્રામ્ય ડીવાયએસપી વી.કે. પંડ્યા અને પી.આઈ. એચ.વી. રાઠોડની આગેવાનીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ : ભરવાડ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી વી.કે. પંડ્યાનું સન્માન

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : ધ્રોલમા આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે યોજાનારી મચ્છુ માતાજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ધ્રોલ પોલીસે રૂટ પર ફૂટ પેટ્રોલિંગ સાથે રૂટ રિહર્સલ કર્યું હતું. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી વી.કે. પંડ્યા અને પી.આઈ. એચ.વી. રાઠોડની આગેવાનીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ મચ્છુ માતાજીના દર્શન કર્યા હતા. ભરવાડ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી વી.કે. પંડ્યાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
