<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

સાવરકુંડલાના ધારાગણી ખાતે પીએમ કિસાન ઉત્‍સવ દિવસની ભવ્‍ય ઉજવણી

ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે મહાનુભાવોએ કર્યો અનુરોધ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્‍માન કરાયું

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨: ધારાગણી ખાતે ભારત સરકારની ખેડૂતોના કલ્‍યાણ અને આર્થિક ઉત્‍થાન માટેની મહત્‍વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના અંતર્ગત રાષ્‍ટ્રવ્‍યાપી પીએમ કિસાન ઉત્‍સવ દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તેવા હેતુથી ૧૦૦ ટકા કેન્‍દ્ર સરકારની સહાયથી અમલી આ યોજનાની ઉજવણી કળષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર તથા ધારી તાલુકા વહીવટી વિભાગના સંયુક્‍ત આયોજન હેઠળ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે ભારત માતાની પ્રતિમા સમક્ષ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ધારી તાલુકા વહીવટી વિભાગ દ્વારા ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી ઉષ્‍માભર્યું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતાં બગસરા શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયાએ કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતો, ગ્રામ્‍ય વિસ્‍તારો અને સામાન્‍ય નાગરિકોના હિતમાં અમલી વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓ અંગે વિસ્‍તળત માહિતી આપી હતી. સાથે જ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ઉપસ્‍થિત ગ્રામજનો, આગેવાનો અને કર્મચારીઓને સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.

 ત્‍યારબાદ ખેતી ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી કરી પ્રગતિના પંથે આગળ વધી રહેલા તેજસ્‍વી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર અર્પણ કરી ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાયેલા દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યક્રમનું વિશાળ એલઈડી સ્‍ક્રીનના માધ્‍યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્‍યું હતું, જેમાં ઉપસ્‍થિત સૌએ જોડાઈ વડાપ્રધાનનું માર્ગદર્શન અને સંબોધન નિહાળ્‍યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કારીયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મળગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને સદસ્‍ય બાબાભાઈ વાળા, ધારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયતનાં મહિલા સદસ્‍ય રમીલાબેન ડોબરીયા, બગસરા શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયા, ધારી તાલુકા ભાજપના પીઢ આગેવાન ખોડાભાઈ ભુવા, મામલતદારશ્રી, ધારી માર્કેટિંગ યાર્ડના ડિરેક્‍ટર સુભાષભાઈ ગજેરા, અનિલભાઈ પટેલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ હિરપરા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કાળુભાઈ સભાયા, ડીટલાના રણજીતભાઈ ઝાલા, ગરમલીના સરપંચ રાજુભાઈ જોટાણીયા, ધારગણી સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનોશ્રીઓ, કમીના સરપંચ સહિત ગોપાલગ્રામ, નાના સમઢિયાળા, કેરાળા સહિત ના આગેવાનો માતાઓ-બહેનો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન ઉમેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્‍થિત તમામ મહાનુભાવોએ ખેડૂતોના હિતમાં યોજાયેલ આ સુંદર અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવા બદલ ધારી તાલુકા વહીવટી વિભાગનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ખેડૂતોની સમળદ્ધિ, ગ્રામ્‍ય વિસ્‍તારનો વિકાસ અને સરકારની લોકકલ્‍યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચે તેવા ઉમદા સંકલ્‍પ સાથે પીએમ કિસાન ઉત્‍સવ દિવસની ઉજવણી ઉત્‍સાહભેર સંપન્ન થઈ હતી.

 

(12:53 PM IST)