<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રાત્રે ઉપવાસી છાવણી ખાતે ‘અદાણીનો અત્‍યાચાર ને ખેડુતોની દુર્દશા' નાટક ભજવાશે

ખેડૂત એકતા મજબૂત કરવા જલપાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી દ્વારા નાટકનું આયોજન, જિલ્લાના તમામ ખેડૂતોને ઉપસ્‍થિત રહેવા આહવાન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા.૨૫: જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે એક વિશેષ નાટકનું આયોજન કરવામાં આવ્‍યું છે. ખેડૂત એકતા દાખવી તમામ ખેડૂત મિત્રો અને બહેનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ખેડૂતોની વર્તમાન સ્‍થિતિ અને તેમની સમસ્‍યાઓને ઉજાગર કરવા માટે ‘‘અદાણી નો અત્‍યાચાર ને ખેડુતોની દુર્દશા'' નામનું નાટક ભજવવામાં આવશે. આ નાટકમાં જલપાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી પોતાના અભિનય દ્વારા ખેડૂતોની વેદના રજૂ કરશે. આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ ખેડૂત એકતાનો સંદેશ વધુ મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમનું આયોજન જેતપર આંદોલન છાવણી ખાતે કરવામાં આવ્‍યું છે. આજે તારીખ ૨૫/૦૬/૨૦૨૬ ને ગુરુવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્‍યે આ નાટક ભજવવામાં આવશે. આયોજકો દ્વારા આ પવિત્ર કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા સૌને અપીલ કરવામાં આવી છે.

(11:40 AM IST)