<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ભાવનગરમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ મિતુલભાઈ પાનસીણીયા 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

શામપરા સિદસર ગામની સીમમાં આવેલ બીનખેતી જમીનનો પ્લાન મંજુર કરાવવા માટે 15 લાખની માંગણી બાદ 9 લાખ આપવાનું નક્કી થયેલ :કાળીયાબીડ પાસેથી લાંચ સ્વીકારતો ઝડપાઇ ગયો

ભાવનગર : ભાવનગરમાં પ્લાનીંગ આસિસ્ટન્ટ (આઉટસોર્સ) ભાવનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી(બાડા) વિભાગમાં ફ્રરજ બજાવતા મીતુલભાઇ જગદીશભાઇ પાનસીણીયા 9 લાખની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઇ ગયો છે ,શામપરા સિદસર ગામની સીમમાં આવેલ બીનખેતી જમીનનો પ્લાન મંજુર કરાવવા માટે 15 લાખની માંગણી બાદ 9 લાખ આપવાનું નક્કી થયેલ ઝેર લાંચની રકમ કાળીયાબીડ પાસેથી સ્વીકારતો ઝડપાઇ ગયો છે 

  ફરીયાદીની શામપરા સિદસર ગામની સીમમાં આવેલ બીનખેતી જમીનનો પ્લાન મંજુર કરાવવા માટે ફરિયાદી ભાવનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી (બાડા) ખાતે છેલ્લા દોઢેક વર્ષથી પ્રોસેસ કરતા હોય આ કામના આક્ષેપીતે પ્લાન મંજુર કરાવવા માટે ફરિયાદી પાસે રૂ.૧૫,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી હતી અને રકજકના અંતે રૂ.૧૨,૦૦,૦૦૦/- આપવાનુ નક્કિ કરેલ હતું જે પૈકી રૂ.૯,૦૦,૦૦૦/- આજરોજ આપવાનુ નક્કિ કરેલ પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ હતી.
 ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૯,૦૦,૦૦૦/- માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઇ જઈ પોતાના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હો કર્યા હતો 

 આ કામમાં ટ્રેપિન્ગ અધિકારી  ટી.એસ.રીઝવી ,પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે તથા મદદનીશ નિયામક બલદેવસિંહ વાઘેલા ભાવનગર એકમની કચેરીનો સ્ટાફ જયારે સુપરવિઝન  અધિકારી એસ.એન. બારોટ (ભાવનગર યુનિટના મદદનીશ નિયામક ) ઇન્ચાર્જ ઓફિસર બલદેવસિંહ વાઘેલા (ડેપ્યુટી ડાયરેક્ટર એસીબી રાજકોટ ) રહ્યા હતા 

(10:20 PM IST)