તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
પ.પૂ.લાલબાપુના આશીર્વાદ લેતા પૂ.જીગ્નેશદાદા‘રાધે રાધે'
પ.પૂ. લાલબાપુએ પૂ. જીગ્નેશદાદાને આશ્રમના એ જ વિશેષ સાધનાખંડમાં મળવાનું સૌભાગ્ય આપ્યું હતુ જ્યાં બાપુએ વર્ષો સુધી બેસીને ગાયત્રી મંત્રની સાધના અને ઉપાસના કરી'તી

રાજકોટ, તા.,૬ : સૌરાષ્ટ્રની પાવન ધરા પર આવેલું ગધેથડ ગાયત્રી આશ્રમ ગાયત્રી ઉપાસના, મંત્રસાધના અને આધ્યાત્મિક ચેતનાનું પવિત્ર કેન્દ્ર છે.આશ્રમના મહંત તથા પરમ ગાયત્રી ઉપાસક પ. પૂ. લાલબાપુનાં આ પાવન આશ્રમમાં વિશ્વવિખ્યાત કથાકાર અને આધ્યાત્મિક વક્તા પૂ. શ્રી જીગ્નેશદાદા ‘રાધે રાધે'એ દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પ.પૂ. લાલબાપુએ પોતાના જીવનનો મોટો ભાગ ગાયત્રી મંત્રની ઉપાસના અને સાધનામાં સમર્પિત કર્યો છે. કરોડો ગાયત્રી મંત્રોના જાપ દ્વારા તેમણે ગાયત્રી સાધનામાં અખંડ શ્રદ્ધા, નિષ્ઠા અને તપヘુર્યાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા પરમ ગાયત્રી ઉપાસક સંતના દર્શન અને સાનિધ્યનો અવસર પૂ.જીગ્નેશદાદા માટે વિશેષ આધ્યાત્મિક ધન્યતાનો વિષય બન્યો હતો.
આ મુલાકાતની સૌથી વિશેષ અને ભાવસ્પર્શી બાબત એ રહી કે પ.પૂ. લાલબાપુએ પૂ. જીગ્નેશદાદાને આશ્રમના એ જ વિશેષ સાધનાખંડમાં મળવાનું સૌભાગ્ય આપ્યું હતું.
જ્યાં બાપુએ વર્ષો સુધી બેસીને ગાયત્રી મંત્રની સાધના અને ઉપાસના કરી હતી. બ્રાહ્મણો પ્રત્યે વિશેષ પ્રેમ, આદર અને સન્માનની ભાવના ધરાવતા પ.પૂ. લાલબાપુએ પૂ. જીગ્નેશદાદા પ્રત્યે પણ વિશેષ આત્મીયતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પ. પૂ. લાલબાપુના પરમ શિષ્ય પૂ. રાજુ ભગતે પણ અત્યંત ભાવપૂર્વક સેવા અને આતિથ્યભાવ વ્યક્ત કર્યો હતો. તેમની સેવાભાવના અને ગુરુ પ્રત્યેની સમર્પણવળત્તિએ આ મુલાકાતને વધુ આત્મીય બનાવી હતી.
મુલાકાત દરમિયાન પ. પૂ. લાલબાપુએ પૂ. જીગ્નેશદાદા પ્રત્યે પોતાની વિશેષ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દાદા, આપે જ્યારે પણ આશ્રમમાં પધારવું હોય ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી. આપ ગમે તે સમયે પધારજો, હું આપને અવશ્ય મળીશ.
સંતના મુખેથી વ્યક્ત થયેલા આ આત્મીયતાભર્યા શબ્દો માત્ર આમંત્રણ નહોતા પરંતુ સંતહૃદયની વિશાળતા, બ્રાહ્મ ણો પ્રત્યેના તોહ અને આધ્યાત્મિક આત્મીયતાની સુંદર અભિવ્યક્તિ હતા.
ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલી આ મુલાકાતમાં ગાયત્રી ઉપાસનાની તપヘર્યા, સંતોના પરસ્પર સન્માન, બ્રાહ્મણ પ્રત્યેની શ્રદ્ધા અને શિષ્યની ગુરુસેવાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.જ્યાં મંત્રોની સાધના હોય ત્યાં આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે અને જ્યાં સંતોના હૃદયમાં આત્મીયતા હોય ત્યાં મુલાકાત પણ આશીર્વાદ બની જાય છે.આ પાવન મુલાકાત ભક્તિ, સાધના, સેવા અને સંતસન્માનનો પ્રેરણાદાયી સંદેશ બની રહી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
