News of Monday, 27th April 2026
પાવનભૂમિ પાલીતાણા ખાતે પૂ. મોરારીબાપુ સાથે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને લોકગાયક અભેસિંહ રાઠોડની લાગણીસભર મુલાકાત
કચ્છના ખ્યાતનામ લોકગાયક સ્વ. વેલજીભાઈ ગજ્જરના પુત્ર યોગેશભાઈ ગજ્જર, પ્રવીણભાઈ તન્ના અને જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા વિશેષ ઉપસ્થિત

રાજકોટ તા.૨૭ : પાવનભૂમિ પાલીતાણા સ્થિત કદમગિરી ખાતે વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડએ લાગણીસભર મુલાકાત કરી સાદર વંદન કર્યા હતા. આ અવસરે કચ્છના ખ્યાતનામ લોકગાયક સ્વ. વેલજીભાઈ ગજ્જરના પુત્ર યોગેશભાઈ ગજ્જર, પ્રવીણભાઈ તન્ના અને જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા ખાતે 7થી 15 માર્ચ 2026 દરમિયાન પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્ય અને ભવ્ય માનસ મેઘાણી રામકથાનું આયોજન થયું હતું. પૂ. મોરારિબાપુના શુભાશિષ અને મંગલમય વાણી થકી અખિલ બ્રહ્માંડમાં મેઘાણી-નાદનું ગુંજન થયું હતું. આ પ્રસંગે પિનાકી મેઘાણીએ પૂ. મોરારિબાપુનો હ્રદયથી આભાર માન્યો હતો.(આલેખન: પિનાકી નાનકભાઈ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન)
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
