તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
પૂ.મોરારીબાપુ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની પાલીતાણા ખાતે લાગણીસભર મુલાકાત
‘માનસ મેઘાણી' રામકથા થકી અખિલ બ્રહ્માંડમાં ગુંજેલા મેઘાણી-નાદ બદલ પૂ. બાપુનો હૃદયપૂર્વક આભાર માન્યોઃ ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, કચ્છના નામાંકિત લોકગાયક સ્વ. વેલજીભાઈ ગજ્જરના પુત્ર યોગેશભાઈ ગજ્જર , પ્રવીણભાઈ તન્ના (મુંબઈ), જૈન અગ્રણી જતીનભાઈ ઘીયાની ઉપસ્થિતિ

રાજકોટ, તા.૩૦ : પાવનભૂમિ પાલીતાણા-કદમગિરી ખાતે વિશ્વવંદનીય રામકથાકાર પૂ. મોરારીબાપુ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ લાગણીસભર મુલાકાત કરી સાદર વંદન કર્યા હતા. આ ભાવભીની મુલાકાત વેળાએ ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કચ્છના નામાંકિત લોકગાયક સ્વ. વેલજીભાઈ ગજ્જરના પુત્ર યોગેશભાઈ ગજ્જર (અંજાર), પ્રવીણભાઈ તન્ના (મુંબઈ) તથા જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા (અમદાવાદ)ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પૂ. બાપુના સાનિધ્યમાં સાહિત્ય, લોકસંગીત અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. મહાત્મા ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજ્યા હતા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના મર્મજ્ઞ સંશોધક, નીડર પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મળતિમાં તેમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે તા. ૦૭થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન પૂ. મોરારીબાપુના શ્રીમુખે દિવ્ય અને ભવ્ય ‘માનસ મેઘાણી' રામકથાનું આયોજન થયું હતું.
પૂ. મોરારીબાપુના શુભાશિષ અને મંગલમય વાણી થકી આ રામકથા માત્ર એક ધાર્મિક આયોજન ન રહેતા, મેઘાણીના સર્જન, વિચાર અને રાષ્ટ્રપ્રેમનું નવસંસ્કરણ બની રહી હતી. બાપુએ કથા દરમિયાન મેઘાણીની રચનાઓ, તેમનું લોકજીવન માટેનું યોગદાન અને સાહિત્યિક વારસો ઉજાગર કર્યો હતો. જેના કારણે અખિલ બ્રહ્મ ાંડમાં ‘મેઘાણી-નાદ'નું ગુંજન થયું હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. પૂ. મોરારીબાપુ સાથેની આ મુલાકાત દરમિયાન પિનાકી મેઘાણીએ બગસરામાં યોજાયેલી ઐતિહાસિક કથા માટે બાપુનો હૃદયથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય શાયર મેઘાણીને સાચી શ્રદ્ધાંજલિ તો પૂ. બાપુએ તેમની કથા દ્વારા આપી છે. રામચરિતમાનસ અને મેઘાણી સાહિત્યના સમન્વયે નવી પેઢીને આપણી સંસ્કળતિ અને મૂલ્યો સાથે જોડવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે.ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન દ્વારા પૂ. બાપુના આ ઋણને હંમેશા યાદ રાખવામાં આવશે તેવી લાગણી પિનાકી મેઘાણીએ વ્યક્ત કરી હતી.(-આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
