તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
ચોટીલામાં યાત્રાળુઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી
અજાણ્યા કારણોસર યાત્રાળુઓ અને સિક્યુરિટી વચ્ચે ઉગ્ર વિવાદ થયા બાદ મામલો બિચક્યો: બંને પક્ષો વચ્ચે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સુરેન્દ્રનગરના ચોટીલામાં યાત્રાળુઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપીની ઘટના સામે આવી છે. અજાણ્યા કારણોસર યાત્રાળુઓ અને સિક્યુરિટી વચ્ચે ઉગ્ર વિવાદ થયા બાદ મામલો બિચક્યો હતો. બંને પક્ષો વચ્ચે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારામારીની ઘટનામાં એક યાત્રાળુને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા મારામારી કરાઈ હોવાના આક્ષેપને પગલે યાત્રાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે ઘટનાની હકીકત જાણવા અને સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
