<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અમરેલીના ચલાલામાં PGVCL ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં આગ ભભુકી :ધડાકા સાથે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો

પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે: .નુકસાનગ્રસ્ત ટી.સી.ને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

અમરેલીના ચલાલામાં પીજીવીસીએલ ઓફિસના એસ.એસ.માં ટી.સી.પર વીજળી પડતા આગ લાગી હતી. આગના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લાઈટ ગુલ થઈ ગઈ હતી. પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.નુકસાનગ્રસ્ત ટી.સી.ને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. 

(8:06 PM IST)