તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે રૂ. ૩નો વધારો, વાહનચાલકો પર ખર્ચનો બોજ વધ્યો
વૈશ્વિક કાચા તેલના વધતા ભાવની અસરઃ પેટ્રોલ રૂ. ૯૭ને પાર, ડીઝલ રૂ. ૯૩ની નજીક ટ્રાન્સપોર્ટ અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૬: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે રૂ. ૩ જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે જામનગર શહેરમાં પેટ્રોલનો ભાવ અંદાજે રૂ. ૯૭થી વધુ અને ડીઝલનો ભાવ રૂ. ૯૩ની આસપાસ પહોંચી ગયો છે. અગાઉ જામનગરમાં પેટ્રોલનો ભાવ આશરે રૂ. ૯૪.૪૩ તથા ડીઝલનો ભાવ રૂ. ૯૦.૧૨ પ્રતિ લીટર હતો.
ઇંધણના વધેલા ભાવના કારણે વાહનચાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ સામાન્ય નાગરિકોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને માલવાહક વાહનોના ભાડા, કૃષિ ઉત્પાદનોના પરિવહન ખર્ચ તથા દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઉપર પણ તેની સીધી અસર પડી શકે છે.
પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને લઈને શહેરના વાહનચાલકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ વધતા ઇંધણના ભાવને કારણે ઘરખર્ચ પર વધારાનો બોજ પડવાનો મત વ્યક્ત કર્યો હતો.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
