<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

જામનગરમાં પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી: અનેક જગ્યાએ પાણી ભરાયા

મનપા કચેરી નજીક, સ્પોર્ટ સંકુલ પાસે, નાગનાથ ગેઈટ પાસે પાણી ભરાયા: હાલ વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ભરાવવાને લીધે લોકોને ભારે હાલાકી

જામનગરઃ તંત્રને ટકોર છતાં જામનગરમાં પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાના દ્વાર નજીક જ વરસાદી પાણી ભરાયા હતા  પ્રથમ વરસાદે તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. મનપા કચેરી નજીક, સ્પોર્ટ સંકુલ પાસે, નાગનાથ ગેઈટ પાસે પાણી ભરાયા છે.  હાલ વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ભરાવવાને લીધે લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે.

(6:17 PM IST)