તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જુનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને લોકો ત્રાહિમામ
ગરમી વધવાની સાથે ગરમ પવન પણ ફૂંકાતા અકળામણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૦૮,જુનાગઢ સહિત સોરઠમાં છેલ્લા ૩ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને ૪૧ ડિગ્રીને પાર થઈ ગયા પછી આજે પણ સવારથી આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ છે.
આજે સવારનું લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયા બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ ૧૧ થી ૧૮ મે દરમિયાન રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાવાની શકયતાના પગલે મંગળવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. આજે પણ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી ઉપર રહેવાની શકયતા જોવાઈ રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
