<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ચોટીલામાં કાલથી વિનામૂલ્‍યે બે-દિવસીય યોગ શિબિર યોજાશે

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન તથા શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રેરક આયોજન ૩૫ વર્ષના અનુભવી યોગ ગુરૂ અતુલભાઈ ભટ્ટ માર્ગદર્શન આપશે : અમેરિકા સ્‍થિત ઝવેરચંદ મેઘાણીના પૌત્રી અને નિષ્‍ણાંત તબીબ ડો. શેણી મેઘાણી પણ ઓન-લાઈન જોડાશે : ગુજરાત રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શુભેચ્‍છાઓ પાઠવી

રાજકોટ, તા.૧૯: ૧૨ મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ラ માં ચામુંડાની પાવન તીર્થભૂમિ તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ  ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા / એન. એન. શાહ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા (મનહર પાર્કની આગળ, જૂની રેલવે લાઈનની પાસે) ખાતે - ૨૦ અને ૨૧ જૂનના રોજ  ラ વિના મૂલ્‍યે બે-દિવસીય યોગ શિબિર યોજાશે. આ વર્ષની વૈશ્વિક ઊજવણીના કેન્‍દ્રસ્‍થાને ÒYoga for Healthy AgeingÓ – ‘સ્‍વસ્‍થ વળધ્‍ધત્‍વ માટે યોગ' છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન તથા શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. ચોટીલા નાયબ કલેકટરની કચેરી, મામલતદારની કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ તથા સંગ્રહાલય અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલય પણ સાથે જોડાશે. ગુજરાત રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ યોગ શિબિર માટે શુભેચ્‍છાઓ પાઠવી છે.

છેલ્લા ૩૫ વર્ષથી નવી પેઢીમાં યોગના સાત્‍વિક અને સચોટ પ્રચાર-પ્રસાર માટે સવિશેષ કાર્યરત અમદાવાદ સ્‍થિત ખ્‍યાતિ પ્રાપ્ત સેવાભાવી યોગ ગુરુ અતુલભાઈ ભટ્ટ પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપશે. અમેરિકા સ્‍થિત ઝવેરચંદ મેઘાણીના પૌત્રી અને Geriatricsના નિષ્‍ણાંત તબીબ ડો. શેણી મેઘાણી MD, MPH પણ ઓન-લાઈન જોડાશે.

૨૦ જૂન (શનિવાર)ના રોજ સવારે ૦૭ કલાકે માત્ર બાળકો માટે ÒYoga for KidsÓનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાંજે ૦૫ કલાકે માત્ર વરિષ્ઠ નાગરિકો માટે ÒTherapeutic YogaÓના આયોજનમાં શરીરના અંગો તેમજ સાંધાનો દુઃખાવો, સંધિવા, કબજિયાત-ગેસ-એસિડિટી, ડાયાબિટીસ, બ્‍લડ પ્રેશર, マદય, કિડની, લીવર, થાઈરોઈડ, પ્રોસ્‍ટેટ, મેદસ્‍વિતા, અનિંદ્રા, માનસિક તણાવ-ડિપ્રશન જેવી સમસ્‍યાઓમાં યોગ, પ્રાણાયામ અને ધ્‍યાન દ્વારા રાહત અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ યોગ દિવસ અવસરે - ૨૧ જૂન (રવિવાર)ના રોજ સવારે ૦૭ કલાકે બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. 

ભારતના યશસ્‍વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૭ સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ના રોજ સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘની મહાસભામાં એમના સંબોધનમાં ૨૧ જૂનને વિશ્વભરમાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે તેવો પ્રરક વિચાર મૂકયો હતો.

સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘે આ પ્રસ્‍તાવને ૧૭૭ દેશોના સમર્થન સાથે મંજૂરી આપી હતી. ૨૧ જૂન ૨૦૧૫ના રોજ શરૂ થયેલ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ આજે વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં ઉજવાય છે. ૨૧ જૂનની તારીખ પસંદ કરવાનું કારણ એ હતું કે આ દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે.

હિંદુ શાષાો અનુસાર આદિયોગી શિવે આ દિવસે સપ્તર્ષિઓને યોગનો પહેલો ઉપદેશ આપ્‍યો હતો.

વધુ વિગત માટે પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯) તથા  કિરીટસિંહ રહેવર - મામા (મો. ૯૪૨૬૯૭૨૧૭૮) નો સંપર્ક કરી શકાશે

(11:48 AM IST)