<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ધ્રોલમાં ભરચક હાઈવે પર મિની એસટી બસ ખોટકાઈ મુસાફરોએ ‘જોર લગા કે હૈશા' બોલાવી ધક્કા માર્યા

 

(સંજય ડાંગર) ધ્રોલ તા. ર૯ :.. રાજ્‍ય એસટી નિગમની ‘સલામત સવારી એસટી અમારી'ના સૂત્ર વચ્‍ચે ધ્રોલ હાઈવે પર એસટી બસની કથળેલી હાલતનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. ધ્રોલના વ્‍યસ્‍ત એવા જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિકોણ સર્કલ નજીક સાંજના સમયે એક મિની એસટી બસ અચાનક રસ્‍તા વચ્‍ચે બંધ પડી જતાં દોડધામ મચી  હતી.

સાંજના પિક અવર્સ દરમિયાન ચાલુ મુસાફરીએ બસમાં યાંત્રિક ખામી સર્જાતા બસ થંભી ગઈ હતી. આખરે બસને ચાલુ કરવા માટે આસપાસના સ્‍થાનિક લોકોએ રસ્‍તા પર ઉતરી ‘જોર લગા કે હૈશા'ના નારા લગાવી જોરશોરથી ધક્કા મારવાની ફરજ પડી હતી. ભરચક ટ્રાફિક વચ્‍ચે બસને ધક્કો મારીને આગળ ખસેડવાનો વીડિયો અને દ્રશ્‍યોએ ભારે ચર્ચા જગાવી હતી.

આ ઘટનાને પગલે ઘટના સ્‍થળે એકત્ર થયેલા લોકો અને મુસાફરોમાં એસટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી હતી. લોકોમાં એવી રમૂજ સાથે કટાક્ષભરી ચર્ચા પણ સાંભળવા મળી હતી કે, ‘સલામત સવારી એસટી અમારી, પણ બસ ચાલુ રાખવા ધક્કા મારવાના તમારા!' વારંવાર રસ્‍તા પર ખોટકાઈ જતી ખખડધજ બસોનું નિયમિત મેન્‍ટેનન્‍સ થાય તેવી લોકમાગ ઊઠી છે.

(1:19 PM IST)