<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ભાવનગર જિલ્લાના મહુવાના માલણ નદી પરના બેઠા પુલનો એક ભાગ બેસી ગયો : 22 ગામનો સંપર્ક કપાયો

રસ્તો બંધ થતાં લોકોને હાલાકી; વૈકલ્પિક ડાઈવર્ઝનની પ્રબળ માંગ, તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોકલાગણી

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૧૫ : મહુવા તાલુકાની માલણ નદી પર આવેલા બેઠા પુલનો એક સાઈડનો ભાગ બેસી જતાં 22 ગામનો રસ્તો બંધ થઈ ગયો છે. પુલનો ભાગ બેસી જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પુલ 22 ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. પુલ બેસી જતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને દર્દીઓ સહિતના લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુઓ લાવવા-લઈ જવામાં પણ મુશ્કેલી ઉભી થઈ છે.

આ પરિસ્થિતિને ધ્યાને લઈને સ્થાનિકોમાં તંત્ર સત્વરે વૈકલ્પિક ડાઈવર્ઝન નિકાળે તેવી પ્રબળ લોકલાગણી જોવા મળી રહી છે. જો તાત્કાલિક ડાઈવર્ઝનની વ્યવસ્થા નહીં થાય તો હજારો લોકોની રોજિંદી અવરજવર ખોરવાઈ જશે.

 

(1:19 PM IST)