<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

જામનગરમાં જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી, મહિલાને ઇજા : ગુરુદ્વારા ચોકડી નજીક અચાનક બાલ્કનીનો ભાગ તૂટી પડતાં અફરાતફરી

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર :  જામનગરમાં જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના ગુરુદ્વારા ચોકડી નજીક આવેલા એક જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થતાં બાલ્કનીમાં ઉભેલી એક મહિલાને ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(1:50 PM IST)