તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સિક્કાના ખૂનના ગુન્હાના જામનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી લેવાયો : જુઓ વિડિયો
પોલીસે બાતમીના આધારે ગોકુલનગર જકાતનાકા ખાતેથી પકડી પાડી જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી દીધો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા વધુમાં વધુ જેલ ફરારી કેદીઓ/આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા પેરોલ-ફર્લો-વચગાળાના જામીન, તથા જેલમાંથી ફરાર થયેલ આરોપી/ કેદીઓ શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૨૦૫૭૨૨૦૬૦૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૦૨ ૩૦૭ વિગેરે મુજબના ગુનામાં જામનગર જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી- દેવાંગ ઉફે કાનો રામભાઈ ચાવડા (ઉવ. ૩૫ )(રહે. જેકુરબેન સોની કન્યા વિધ્યાલય પાસે, જનતા ફાટક, જામનગર વાળા) ને જામનગર ગોકુલનગર જકાતનાકા ખાતેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમારનાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
