News of Monday, 16th November 2026
પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીની ઉજવણીમાં પરિમલભાઈ નથવાણી સહભાગી બન્યા
તેમણે જણાવ્યું હતું કે, પૂજ્ય જલારામ બાપાએ સેવા, સમર્પણ અને માનવતાનો જે અમૂલ્ય સંદેશ આપ્યો છે, તે આજના સમયમાં પણ સૌ માટે પ્રેરણારૂપ છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :સંત શિરોમણિ પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીના પાવન અવસરે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ, જામનગર દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિમલભાઈ નથવાણીએ ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
આ સુંદર અને ધાર્મિક આયોજન બદલ તેમણે સમિતિના તમામ સ્થાપક સભ્યો તથા સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પૂજ્ય જલારામ બાપાએ સેવા, સમર્પણ અને માનવતાનો જે અમૂલ્ય સંદેશ આપ્યો છે, તે આજના સમયમાં પણ સૌ માટે પ્રેરણારૂપ છે. સમાજસેવાના આવા ઉમદા કાર્યો દ્વારા પૂજ્ય બાપાના આદર્શોને આપણે સૌ સાથે મળીને વધુ મજબૂત બનાવીએ અને માનવસેવાના કાર્યને સતત આગળ વધારીએ.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
