<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

પરસોતમભાઇ રૂપાલા જસદણની મુલાકાતે

 

આટકોટઃ રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જસદણ ખાતે હીરાની ફેક્‍ટરીની મુલાકાત દરમિયાન રત્‍ન કલાકારો સાથે હીરા ઘસવા બેસી ગયા હતા. જસદણના આટકોટ રોડ ઉપર આવેલ કોઠારી ડાયમંડ (કે.જી.કે) ગ્રુપના માલિક નવરત્‍નજી કોઠારીના જન્‍મદિવસની ઉજવણી દરમિયાન પરસોતમભાઈ રૂપાલા રત્‍ન કલાકારો સાથે બેસી હીરાનું પોલિસીંગ અને કટીંગ કેમ થાય એ સમજવા રત્‍ન કલાકારો સાથે બેસી હીરાનું કટીંગ અને પોલીસીંગ વિશે જાણકારી મેળવી હતી. તેમની આ મુલાકાત દરમિયાન કે.જી.કે ગ્રુપના માલિક નવરત્‍નજી કોઠારીના ભત્રીજા નીતિનકુમાર ડડ્ડા તેમજ જસદણ ફેકટરીના સંચાલક નીરજકુમાર શર્મા સાથે ફેકટરીની મુલાકાત કરી નવરત્‍ન કોઠારીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(11:34 AM IST)