<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

પાણીપુરીએ ભારે કરીઃ કચ્‍છના લોડાઈ ગામે લારી ઉપર પાણીપુરી ખાધા બાદ ૮૦ જણાને ફૂડ પોઈઝનિંગ

ફૂડ સેફટીના નામે કચ્‍છમાં મીંડું, ઝાડા ઉલટી સાથે લોકો દવાખાને દાખલ, પાણીપુરી વાળો ગામ મૂકી ભાગી ગયો અને આરોગ્‍યતંત્ર દોડતું થયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭: બળબળતા તાપ વચ્‍ચે ખાવા પીવાની ચીજ વસ્‍તુઓમાં ગુણવત્તાનો અભાવ આરોગ્‍ય માટે હાનિકારક નીવડી શકે છે. કચ્‍છમાં ભુજ તા.ના લોડાઈ ગામે પાણીપુરી ખાધા બાદ ૮૦ જેટલા લોકો ઝાડા ઉલ્‍ટીની ફરિયાદ સાથે દવાખાને દાખલ થતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને પગલે આરોગ્‍યતંત્રની ટીમો લોડાઈ ગામે દોડી ગઈ હતી. દરમ્‍યાન પાણીપુરી વાળો ગામ છોડી રફુચક્કર થઈ ગયો હતો. જ્‍યારે ફૂડ સેફટીની કામગીરી સામે લોકોમાં ચર્ચા અને સવાલો ઉઠી રહ્યા છે. તો, સ્‍વાસ્‍થ્‍યપ્રદ વાતાવરણ ન હોય ત્‍યાં વેંચાતા ખાદ્ય પદાર્થો ખાવા સામે લોકોએ સાવધ રહી ખાવાનું ટાળવું જોઈએ.

(11:28 AM IST)