તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
જામનગરના લહેર તળાવમાંથી મનપા કર્મચારીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
હસમુખ પુરબિયાનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું: પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલે તપાસ શરૂ કરી

જામનગરના લહેર તળાવમાંથી મનપા કર્મચારીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હસમુખ રતિલાલ પુરબિયા તરીકે થઈ છે. તળાવમાંથી મૃતદેહ મળ્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મનપા કર્મચારીના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હસમુખ પુરબિયાનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
